08/09/2024
*મિચ્છામિ દુક્કડમ ની સાથે સાત કિંમતી રત્નોની ભેટ મોકલુ છું.*
(૧) *પહેલું રત્ન* -:- *માફી* -:- તમારા વિષે કોઈ ગમે એમ બોલે, પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો.*
(૨) *બીજું રત્ન*- :- *ઉપકાર -:-* બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.
(૩) *ત્રીજું રત્ન* -:- *વિશ્વાસ -:-* તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધાર ની અપેક્ષા ન રાખો.
(૪) *ચોથું રત્ન* -:- *સંબંધો -:-* સામેના માણસની કાળજી આપણા કરાતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબંધો જાળવી રાખો.
(૫) *પાંચમું રત્ન* -:- *દાન* -:- *કોઈ ને ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી. અને મનને આનંદ મળે છે.*
(૬) *છઠું રત્ન -:- આરોગ્ય -:-* દરરોજ વ્યાયામ-યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.
(૭) *સાતમુ રત્ન* -:- *સત્ય -:-* હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળ માં ન જીવતાં વર્તમાનમાં જીવો. સત્ય વાતોનો સ્વીકાર કરો. સત્ય બોલો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. સુખમય જીવન જીવો.