01/06/2026
*નવ્વાણું યાત્રાના આરાધકનાં વધામણા*
*આપણા શ્રી સંઘના શ્રીમતી નિશાબેન અને શ્રી ભાવેશભાઈ પ્રફુલભાઇ દોશીના સુપુત્ર ચી. પૂજન ભાવેશભાઈ દોશી(ઉંમર-૧૫ વર્ષ) એ શત્રુંજય મહાતીર્થની 99 જાત્રા પરિપૂર્ણ કરેલ છે. ચી. પૂજન આવતી કાલે તારીખ ૦૨/૦૬/૨૦૨૬ને મંગળવારે સવારે ઘરે આવવાનો છે ત્યારે પરિવારની ભાવના છે કે તેને બાલાજી પ્લેટિના ફલેટના દરવાજા બહાર મેઇન રોડ થી વાજતે ગાજતે પહેલા દેરાસર અને પછી વિમલનાથ રેસીડેન્સીમાં તેઓના ઘરે લઈ જઈ અક્ષત વધામણા કરવા, આ પ્રસંગે આપ સહુ આ બાળ આરાધકની અનુમોદનાર્થે અને ઉત્સાહ વધારવા આવતી કાલે સવારે ૮-૩૦ કલાકે બાલાજી પ્લેટિના ફલેટના દરવાજા બહાર મેઇન રોડ પાસે પધારો અને ઉપરોક્ત કાર્યક્રમ માં હાજર રહો તે માટે પરિવાર સકળ સંઘને નિમંત્રણ આપે છે, સહુ કોઈ મોટી સંખ્યામાં પધારશો.*
🙏🏻🙏🏻🙏🏻